રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે હાલ રાજકોટ જિલ્લામાં ૨૩,૭૪,૬૦૪ મતદાતાઓ નોંધાયા

હિન્દ ન્યુઝ, રાજકોટ

     રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ થી પ્રારંભ કરાયા બાદ હાલ તા. ૬ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન મતદાર યાદીમાં નામ ઉમેરવા, ફેરફાર તેમજ કમી કરવાની પ્રક્રિયાને અંતે હાલ રાજકોટ જિલ્લામાં ૨૩,૭૪,૬૦૪ મતદાતાઓ નોંધાયા હોવાનું જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

રાજકોટ જિલ્લામાં ગત તા. ૨૯ ઓક્ટોબરની સ્થિતિએ ૨૩,૫૮,૪૫૭ મતદાતાઓની યાદીમાં નવા ૩૨,૪૬૯ મતદાતાઓ ઉમેરાયા છે. જયારે ૧૬૩૨૨ મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે. જયારે ૧૬,૪૨૫ જેટલા મતદાતાઓની માહિતીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે.

વિધાનસભા મત વિસ્તાર મુજબ ગત ઓક્ટોબર ૨૦૨૪ ની સ્થિતિએ રાજકોટ પૂર્વ (૬૮) માં ૩,૦૪,૭૦૭ મતદાર સૂચીમાં ૩,૭૫૧ નવા મતદાર નોંધાયા છે, જયારે ૧૯૬૭ નામ બાદ કરવામાં આવ્યા છે, જે મળીને હાલની સ્થિતિએ ૩,૦૬,૪૯૧, રાજકોટ પશ્ચિમ (૬૯) મતવિસ્તારમાં ૩,૬૨,૩૬૬ મતદાતર પૈકી નવા ૪૦૯૦ નવા મતદાર અને ૨૭૭૩ મતદાર નામ કમી સાથે કુલ ૩,૬૩,૬૮૩, રાજકોટ દક્ષિણ (૭૦) માં ૨,૫૮,૮૪૮ મતદાર પૈકી ૨૫૩૨ નવા અને ૨૨૪૧ નામ બાદ પછી ૨,૫૯,૧૩૯, રાજકોટ ગ્રામ્ય (૭૧) માં ૩,૮૯,૨૮૬ પૈકી નવા ૮૭૬૪ જયારે ૨૮૮૭ મતદાર નામ કમી કરાતા હાલ ૩૯૫૧૬૩ મતદાતાઓ, જસદણ મત વિસ્તાર (૭૨) માં ૨,૬૩,૯૦૫ ની પૂર્વ પરિસ્થિતિએ નવા ૪,૧૮૭ જયારે ૧,૨૨૯ મતદાર કમી કરાયા બાદ હાલ ૨,૬૬,૮૬૩, ગોંડલ વિધાનસભા (૭૩) માં ૨,૩૧,૮૭૬ પૈકી નવા ૨૯૪૦ મતદાતા ઉમેરાયા છે જયારે ૧૫૫૩ મતદારોના નામ બાદ કરવામાં આવતા હાલ ૨,૩૩,૨૬૩ મતદાતાઓ, જયારે જેતપુર (૭૪) વિધાનસભા મતવિસ્તારમાં ૨૭૮૪૯૪ મતદાતાઓ પૈકી નવા ૩૨૫૨ અને ૧૮૩૮ નામ બાદ કરાયા બાદ હાલ ૨,૭૯,૯૦૮ મતદાતાઓ તેમજ ધોરાજી (૭૫) વિધાનસભા મતવિસ્તારમાં ૨૬૮૯૭૫ પૈકી મતદાર યાદી સુધારણા બાદ નવા ૨૯૫૩ નવા મતદારો જયારે ૧૮૩૪ નામ કમી કરાયા બાદ હાલની સ્થિતિએ ૨૭૦૦૯૪ મતદાતાઓ નોંધાયા છે.

આમ રાજકોટ જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાદ રાજકોટ જિલ્લામાં ૨૩ લાખ ૭૪ હજાર ૬૦૪ મતદાતાઓ લોકસભા, વિધાનસભા મતદાન માટે નિશ્ચિત કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment