જામનગરની ડી.કે.વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

   ડિ.કે.વી. આર્ટસ અને સાયન્સ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનમાં અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જેના ભાગરૂપે દરેક નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવવી તેમજ ચૂંટણી વખતે મતદાન કરવું આવશ્યક છે. જે અંગે મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન વિષય પર ગવર્મેન્ટ પોલિટિકલ કોલેજ જામનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર રાહુલ ઓઝા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 65 વિદ્યાર્થી તથા ફેકલ્ટી મિત્રોએ ભાગ લીધો હતો.

 

 

 

Related posts

Leave a Comment