હિન્દ ન્યુઝ, જામનગર
જામનગરની ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનધારા અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Youth in Democracy વિષય પર પ્રાંત અધિકારીશ્રી જામનગર તથા મામલતદાર જામનગર શહેર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકની સમાન હિસ્સેદારી રહેલી છે. હાલના સમયમાં વિશ્વમાં સૌથી વધુ યુવાનોની સંખ્યા આપણા દેશમાં છે. આપણા લોકતંત્રમાં યુવાનોનો મહત્વનો ફાળો રહેલો છે. એક જાગૃત યુવાન નાગરિક તરીકે લોકતંત્રમાં શું મહત્વ છે? તે સમજવવાના મુખ્ય ઉદ્દેશ સાથે આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 85 જેટલા વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીઓએ ભાગ લીધો હતો.