ભૂપેશભાઈ શાહને જન્મદિવસ નિમિતે ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ….

જામનગર, હિન્દ ન્યુઝ

હાલ જામનગર નાં રેહવાસી તેમજ સતત ‘માનવ સેવા, એ જ પ્રભુસેવા’ નાં સુત્રને સાર્થક કરનાર વડીલ શ્રી ભુપતભાઈ શાહ નો આજે જન્મદિવસ છે. તેમજ તેઓ સામાજીક કાર્યકરની સાથોસાથ ‘હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી’ જૈન સમાજમાં છેલ્લા 13 વર્ષથી માનદ મંત્રી તરીકે કાર્યરત છે. સાથે ‘ભારતીય જૈન સંગઠન’ ના જામનગર જિલ્લાના પ્રમુખ તરીકે બે વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. તદુપરાંત ‘જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ‘ના ટ્રસ્ટી તરીકે ચાર વર્ષથી સક્રિય છે.

‘સમસ્ત જૈન સમાજ’ ના કારોબારી સભ્ય, ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ (ટ્રસ્ટ) જામનગર – માનવ અધિકાર સેલના પ્રમુખ, ‘હિન્દ ન્યુઝ’ અખબારના વરિષ્ઠ પત્રકાર, ‘ભારતીય પ્રિન્ટ મીડિયા સંઘના’ મીડિયા સચિવ, ‘ઉપભોક્તા એવં માનવ અધિકાર રક્ષા સમિતિ’ (રજી.) ગુજરાતના બિઝનેસ સેલ, ‘રાષ્ટ્રીય ખુફિયા બ્યુરો’ ના ગુજરાતના ડાયરેક્ટર, ‘યુનિટી ઓફ પ્રેસ એન્ડ મીડિયા એસોસિએશન’ ગુજરાતના મુખ્ય સચિવ, ‘ગો.ડા.શાહ વણિક વિદ્યોતેજક સંસ્થા’ માં 10 વર્ષથી ટ્રસ્ટી, ‘ખીલોસ જૈન સમાજ’ 6 વર્ષથી માનદ મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત સમાજના તમામ નાનામોટા સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી થઈ પોતાનાં જીવન ને સાદગી ભર્યું જીવન વ્યતીત કરનારા ભૂપેશભાઈ શાહને તમામ સંસ્થાઓ તેમજ હિન્દ ન્યૂઝનાં તંત્રીશ્રી ડૉ.સીમાબેન પટેલ તેમજ હિન્દ ન્યુઝ નાં તમામ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ તેમજ ભગવાન દીર્ઘાયુષમાન પ્રદાન કરે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના.

Related posts

Leave a Comment