ડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

ડીસા,

ડીસા તાલુકાના રોબસ ગ્રામ પંચાયતના સરપંચ આજ દિન સુધી પંચાયત ની અંદર હાજરી ન આપતા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે .અનેક વાર સરપંચને રજૂઆત કરવા છતાં પણ સરપંચ હાજર ન રહેતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ સમુબેન કાળાભાઈ ચૌધરી ચૂંટણી જીત્યા ને ચાર વર્ષ વીતી ગયા છતાં પંચાયત ની અંદર હાજરી ન હોવાથી લોકો ના અને કામ થતાં નથી તેવું લોકમુખે જાણવા મળી રહ્યું છે. ગ્રામ પંચાયત ની અંદર રોબસ મોટી ગ્રુપ ગ્રામ પંચાયત લોકોને પાણીની સમસ્યા અનેકવાર સરપંચને ફોન કરવા છતા સરપંચ ફોન ઉપાડતા નથી. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

ગામની અંદર વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. તળાવનું નિકાલના પાણી અનેકવાર સરપંચને રજૂઆત કરવા છતાં આજકાલમાં થઈ જશે અને વરસાદી પાણીના લીધે રસ્તા તૂટી ગયેલી હાલતમાં નજર પડી રહ્યા છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment