રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠા નો વાર્ષિકોત્સવ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાધનપુર 

રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠા નો વાર્ષિકોત્સવ ની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ભજન અને ભોજન સાથે ભવ્ય આયોજન કરાયું.

આ પ્રસંગે રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડૉ.કનુભાઈ પટેલ ડિરેક્ટર લાખાભાઈ રબારી, મંદિરના ટ્રસ્ટી ગોવાભાઇ રબારી, ગામના સરપંચ હેમાભાઈ રબારી, શબ્દલપુરા ગામના સરપંચ ભીખાભાઈ ભારથી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માધાભાઈ રબારી, મસાભાઈ રબારી સહિતના ગામજનો અને બહારથી પધારેલા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામ ખાતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠા ની વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી સાથે સાથે દત્તાત્રેય ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકોએ આપી હાજરી

    રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર 

Related posts

Leave a Comment