છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં નવા ૮ કોરોનાના કેશ આવ્યા

છોટાઉદેપુર,

તા. ૨૯ જૂલાઇ બપોરે છોટાઉદેપુર જિલ્લામાં કુલ પાંચ કેસ પોઝીટીવ આવ્યા હતા. જેમાં ૨ છોટાઉદેપુર, ૨ પાવી જેતપુર અને ૧ બોડેલીમાં કેશ નોંધાયા હતા. કોરોનાનાં પરીક્ષણમાં મોકલેલ સેમ્પલમાંથી ૨૦ કેશના રિપોર્ટ આવવાના બાકી હતા જેમાંથી ૮ કેસના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા, જે તમામ રિપોર્ટ કવાંટ તાલુકાના છે. એક સાથે આટલા બધા રિપોર્ટ પોઝીટીવ આવતા કવાંટ તાલુકાના વહીવટી તંત્ર તેમજ પ્રજામાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. કવાંટ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૭ કોરોના સંક્રમણના કેશ નોધાયા હતા અને આજે નવા ૮ કેશ કોરોના પોઝીટીવ કેશ આવવાની સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક ૧૫ ઉપર પહોંચ્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં હવે કુલ કોરોનાના કેશોની સંખ્યા ૧૭૨ ઉપર પહોંચી છે. કોરોનાની મહામારીમાં નગરજનોએ વધારે સાવચેત રહી આરોગ્ય શાખા અને વહીવટીતંત્રને સાથ સહકાર આપવાની જરૂર છે.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment