જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

  જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.

કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે માર્ચ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પર અકસ્માત નિવારણ માટેના પગલા લેવા જેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. 

 કલેક્ટરએ જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો વિશે, માનવીય ભૂલના કારણે થયેલા અકસ્માતો, અકસ્માતના સંભવિત કારણો સહિત અકસ્માતની માહિતી મેળવી અને સુપાસી પાસેની ચોકડી પર બ્લેકસ્પોટ તેમજ વેરાવળ શહેરમાં પ્રવેશતાં જ નમસ્તે સર્કલ પાસે રોડ એન્જિનિયરિંગ વગેરે બાબતો વિશે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, એ.આર.ટી.ઓ. યુવરાજસિંહ વાઘેલા, જિલ્લા ટ્રાફિક પોલીસના અધિકારીઓ, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.    

Related posts

Leave a Comment