હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરી જે.એ.સોયા એક યાદીમાં જણાવે છે કે આજરોજ તા.૧૧.૦૨.૨૦૨૩ ની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવેલ અને સ્પેશિયલ સીટીગમાં કુલ ૧,૪૭,૯૯૫/- નો દંડ વસૂલવામાં આવેલ તેમજ પ્રિલિગેશનમાં ૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ અને રૂ ૨,૪૧,૬૨૦/- નો સમાધાન કરવામાં આવેલ, જેમાં બેંક અને પીજીવીસીએલનાં કેસો નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સુખાકારી નિકાલ કરવામાં આવેલ, આ તબક્કે જસદણ તાલુકા સેવા સમિતિના ચેરમેન પી.એન.નવીન તેમજ વી.એ. ઠક્કર તેમજ રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તમામ વકીલઓ તેમજ પક્ષકારો અને વિવિધ વિભાગમાંથી પધારેલા અધિકારીઓનો આભાર વ્યક્ત કરેલ આ લોક અદાલતનુ સંકલન એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ