દિયોદર પંથકની પોલીસે કોરોના ગાઈડ લાઈન ચુસ્ત ને લઈ પ્રજા જોગ લગ્ન યોજવાને લઈ સંદેશો જારી કર્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર 

    બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ નો વધારો જોઈ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ ને સાથે પોલીસ વિભાગને પણ સતર્ક તા રાખવા આદેશો જારી કર્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકા આરોગ્ય વિભાગ સાથે જિલ્લાના તાલુકામાં આવેલા પોલીસ મથકમાં નોટિફિકેશન બહાર પાડી કોરોના મહામારી ફેલાવવા અટકાવવા મથામણ હાથ ધરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા નો કોરોના આંક મા વધારો જોતા નગર પાલિકા ની બજારો વેપારીઓ સ્વેચ્છાએ બંધ પાળવા નિર્ણય લીધો છે ત્યારે પાલનપુર, ડીસા, સાથે ભાભર નગર પાલિકા ના વેપારીઓ શનિ રવિ સ્વેચ્છાએ બંધ રાખવા નિર્ણય કર્યો છે. ત્યારે દિયોદર નગરમાં વેપારીઓ સોસિંયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવું ફરજિયાત પાલન કરવા પોલીસે ફલેગ માર્ચ યોજી જનતા ને જાગૃત કરવા અઅપીલ પણ કરી હતી. ત્યારે જિલ્લામાં મેળાવડા, લગ્ન પ્રસંગો યોજાય તો ૧૦૦ વ્યક્તિ ની પરવાનગી સિવાય, સોસિંયલ ડિસ્ટન્સ રાખવું, ફરજિયાત માસ્ક પહેરવું, મંડપ, સ્ટેજ, ખુરશીઓ ને વારંવાર સેનેટાઇઝ કરવું, માસ્ક, હેન્ડ વોશ, નો ફરજિયાત અમલવારી કરવી, થર્મલ ગન, સેનેટાઇઝ, ઓક્શો મીટર ની સુવિધાઓ સાથે લગ્ન યોજવા દિયોદર પીએસઆઇ એચ. પી દેસાઈ પ્રજા જોગ સંદેશો દિયોદર તાલુકાની જનતા માટે જારી કર્યો છે.

અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment