આરોગ્ય વિભાગ દ્વારા સ્નેક બાઈટ અને વી.પી.ડી. સર્વેલન્સ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       રસીકરણ હશે ત્યાં બીમારી નહીં હોય. બાળકોને સુરક્ષિત રાખવા એ આપણી પ્રાથમિકતા છે. ચેપ લાગવાથી ફેલાઈ શકે એવી ગંભીર બીમારીઓથી રસીકરણ જ રક્ષણ આપે છે. ડિપ્થેરિયાટિટનસપોલિયોઓરીરૂબેલાઉટાંટિયુ (કાળી ઉધરસ)અછબડાં વગેરે માટે રસીકરણ જરૂરી છે. તમામ વાલીઓએ પોતાના સંતાનોનું અચૂક રસીકરણ કરાવવું જ જોઈએ તેવી સમજ વિકસાવવી જોઈએ. જેથી આવા સંક્રમિત રોગની તિવ્રતા ઓછી કરી શકાય.

 

રસીકરણ વિશે આવી જ જાગૃતિ તથા આધુનિક પ્રવાહો વિશેની જાણકારી આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તબીબો માટે વી.પી.ડી. (Vaccine Preventable Diseases) સર્વેલન્સ અને સ્નેક બાઈટ અંગે ડિવાઈન હોટેલ ખાતે એક વર્કશોપ યોજાયો હતો.

જેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના પ્રતિનિધિ દ્વારા રસીકરણથી રોકી શકાય એવી બીમારીઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈમર્જન્સી મેડિકલ ઓફિસર ડૉ. ગોસ્વામી દ્વારા સ્નેક બાઈટ અંગે આરોગ્ય વિભાગના ડોકટર્સને તાલીમ આપવામાં આવી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એસ.એમ.ઓ. ડૉ.વિનયકુમાર દ્વારા ઉપસ્થિત સર્વે તબીબોને ઉંટાટિયું (કાળી ઉધરસ), પેરેલિસિસ, ખંજવાળ સાથે તાવ આવવો, ડિપ્થેરિયા, રોગની ઓળખ તેમજ સેમ્પલ કલેક્શનની માહિતી, એક્ટિવ કેસ સર્ચ (ACS)ના ફોર્મ વિશે, કેસ ઈન્વેસ્ટિગેશન ફોર્મ (CIF) ફોર્મની હોસ્પિટલ, કેસની ઓળખ, રોગના લક્ષણો, રોગનો ઈતિહાસ, ટ્રાવેલિંગ હિસ્ટરી વગેરે જેવી જરૂરી વિગતો સમજાવી હતી અને તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું.  

તેમણે પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપી હતી કે, ઘણી એવી ખતરનાક બીમારીઓ છે કે જે નાના-મોટા કોઈને પણ થઈ શકે છે. આવી બીમારીઓ સંક્રમિત બીમારીઓ હોય છે. આ બીમારીના વાયરસ હવાના માધ્યમથી એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચે છે. જેમાં લાલખંજવાળવાળા ફોલ્લાં જેવી ફોલ્લીઓ શરૂ થાય છે. જેના બે-ત્રણ દિવસ પહેલા થાક લાગવોહળવો માથાનો દુખાવો તેમજ સાંધામાં દુખાવો થઈ શકે છે. આવી સમસ્યાઓ ઘણીવાર ગંભીર રૂપ ધારણ કરી લે છે.

સેમિનારમાં ઉપસ્થિત તબીબોએ વી.પી.ડી. (Vaccine Preventable Diseases) ના રોગના વિવિધ પાસાઓ, મૃત્યુદરમાં ઘટાડો, રોગને જડમૂળમાંથી નાબૂદ કરવો જેવા વિવિધ તબક્કાઓ દર્શાવતા વીડિયો દ્વારા પણ તલસ્પર્શી માહિતી મેળવી હતી.

આ તકે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અરૂણ રોય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.બરુઆ, સિનિયર મેડિકલ ઓફિસર ડો.અંકલેશ્વરિયા સહિત જિલ્લાના મુખ્ય તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment