ગીર-સોમનાથ જિલ્લામાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ 

            ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયેલ જેમાં આખા જિલ્લા માંથી ખુબજ મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો તેમજ અન્ય બહેનો ઉમટી પડેલ જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલ માધ્યમ થી પ્રેરક ઉદબોધન કરેલ આ કાર્યક્રમ ગુજરાતની 182 વિધાનસભામાં ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા નિહાળેલ અને વડાપ્રધાનએ મહિલાઓ માટે કેટલી બધી યોજનાઓનો લાભ આપેલ છે અને મહિલાઓને શક્તિશાળી કરેલ છે જે જણાવેલ. તેમજ 13 હજારથી વધુ સ્વ-સહાય જુથની 1 લાખ 30 હાજર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની સહાયની પણ જાહેરાત કરેલ. જેને તમામ મહિલાઓએ તાળીઓના ગડગડાત થી વધાવી લીધેલ.

   આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, સંગઠનના હોદેદારો, મહિલા હોદેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમજ ડેપ્યુટી કલેક્ટર જોષી, તંત્ર દ્વારા ખુબજ જહેમત ઉઠાવેલ અને આ કાર્યક્રમ “નારી શક્તિ વંદના” ખુબજ સફળતા પૂર્વક સંપન્ન થયેલ.

આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે ભાજપ મહિલા મોરચાના આગેવાન ઉષાબેન કુસકીયા એ જવાબદારી સંભાળેલ હતી.

Related posts

Leave a Comment