કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો.

સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ ના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું છે.

ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ માર્ગદર્શન સાથે આજથી સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે.

ભાવનગર અને બોટાદ વિસ્તારના મહિલાઓ માટે યોજાયેલ આ ખેલ મહોત્સવ માં વ્યક્તિગત અને ટીમ એ બે ભાગમાં આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્યક્તિગત રમતોમાં કુલ ૨૯૪૫ બહેનો તથા ટીમ રમતોમાં બહેનોની કુલ ૪૦૩ ટીમોનું રજીસ્ટ્રેશન થયેલ છે.

આજરોજ તા. 2 ના રોજ ટીમ રમતો જેવી કે ખો-ખો, રસ્સા ખેંચ, વોલીબોલ, કબડ્ડી, નારગેલ તેમજ તા. 3 ના રોજ વ્યક્તિગત રમતો લાંબીકુદ, ગોળાફેંક, ૧૦૦ મીટર દોડ, લીંબુ ચમચી, યોગાસન, સંગીત ખુરશી ની રમતોનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, આગેવાન અભયસિંહ ચૌહાણ, રાજેશ ભાઈ ફાળકી, ધીરુભાઈ શિયાળ, રાજીવભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ સરવૈયા, ધર્મિષ્ઠાબેન દવે, કોમલબેન માંગુકીયા સહિત કાર્યકર્તાઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

 

 

 

 

 

Related posts

Leave a Comment