વેરાવળ પોર્ટ એરિયામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન અને સૂચના અનુસાર વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ટીમ બનાવી વેરાવળ પોર્ટ એરિયામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન સીઆરજેડ વિસ્તારમાં અનઅધિકૃત સ્ટોરેજ કરેલા બોલ્ડર આશરે ૧૫૦૦ થી ૧૮૦૦ ટન બ્લેક ટ્રેપ અને ૨૯૦૦ થી ૩૦૦૦ ટન એમ સેન્ડ અંદાજે કિંમત રૂ. ૧૭,૨૮,૦૦૦ જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ઉપરાંત બિન કાયદેસર સ્ટોર કરેલ હેવી ઓઇલ તેમજ ડીઝલ બેરલની ક્વોન્ટીટી ૧૨૦૦ લીટર ડીઝલની કિંમત રૂ. ૧,૧૨,૦૦૦ સાથે આશરે રૂ. ૪૬,૩૭૫ની કિંમતનું ૨૬૦ કિલોગ્રામ ગ્રીસ અને આશરે ૧,૭૫,૫૫૦ રૂપિયાની કિંમતનું ૭૨૦ લીટર અલગ હેવી ઓઈલ મળી અંદાજે કુલ રૂપિયા ૨૦,૬૧,૯૨૫ની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ એક ઓવરલોડ ટ્રકને પણ રૂ.૧૨૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment