જશ્ને ઉર્ષ મુબારક અને જશ્ને સમૂહ શાદીનુ આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ 

          કાલાવડ તાલુકાના પીપર ગામે હરજરત જુસબપીર ડાડા ઉર્ષ કમિટી-પીપર, અખિલ સૌરાષ્ટ્ર સુન્ની સુમરા સમાજ અને સુન્ની સુમરા એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટ દ્વારા હરજરત જુસબપીર ડાડાનો (રદિયલ્લાહુ તઆલા અન્હુ) જશ્ને ઉર્ષ મુબારક અને જશ્ને સમૂહ શાદીનુ આયોજન કરવામાં આવ્યું.

જેમાં મિલાદ શરીફ, ગુસલ શરીફ, ઝુલુસ , સમૂહ નિકાહ, નાત શરીફ તેમજ ન્યાજ શરીફ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા.

આ સમૂહ લગ્નમાં સુમરા સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો તેમજ ઉર્સ કમિટીના સદસ્યો હાજર રહી ને આ સમૂહશાદી નું આયોજન કરવામાં આવેલ.

મુસ્લિમ સમાજ દ્વારા આવા ઘણા સમૂહ લગ્ન યોજાય છે એવામાં નાના એવા પીપર ગામ ખાતે સમૂહ લગ્ન યોજાયા તે જોવા પીપર ગામ તેમજ આજુબાજુના ઘણા ગામના લોકો ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર :યાસિન દોઢિયા, નીકાવા 

Related posts

Leave a Comment