હિન્દ ન્યુઝ, જામનગર
મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રી નું અભિવાદન કરી આવકાર્યા હતા. તેમજ આ તકે શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, લાલપુર પ્રાંત અધિકારી એસ.જે.અસવાર તથા ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.