હિન્દ ન્યુઝ, જેતપુર
જેતપુર તાલુકામાં હાલ મગફળી ના રજીસ્ટ્રેશન શરૂ હોય ત્યારે આરબટીમડી ગામે મગફળીના રજીસ્ટ્રેશનમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન માટે 50/- રૂપિયા વીસી દ્વારા ઉઘરાણા કરવા માં આવતું હોવા નું સામે આવ્યું હતું અને મીડિયા પહોંચતા વીસી એ ચાલતી પકડી હતી. હાલ તો રાજકોટ જિલ્લા તમામ વીસી હાલ હડતાળ ઉપર હોય તેમ છતાં વીસી કામગીરી કરવા સ્થળ પર આવેલ હોઈ અને 50/- રૂપિયા માં કામ કરી આપવામાં આવતું હતુ અને ગામના સરપંચ મહિલા હોય છતાં મહિલા ના પતિ દ્વારા ગ્રામપંચાયત માં દાદાગીરી અને જોહુકમી ચલાવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાથે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું છે છેલ્લા ઘણા સમય થી મહિલા સરપંચ ના પતિ દ્વારા અનેક કામો માં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર તેમને ક્યાંક ને ક્યાંક છાવરતુ હોવા નું સામે આવ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ જણાવ્યું કે મેં ફોન દ્વારા આ બાબતે સૂચના આપી દીધી છે, પરંતુ મીડિયા ત્યાં ગામ માં પહોંચતા ભ્રષ્ટાચાર ની પોલ છતી થઈ હતી. જેનો ખાર રાખી ને મહિલા સરપંચના પતિ મનીષ વઘાસિયા દ્વારા ઘરે બોલાવી ને માર મારવાનું કાવતરું રચ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો અને પત્રકારને મૂઢમાર વાગતા ત્યાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હજુ બે દિવસ પહેલા જ પત્રકારોની સુરક્ષા માટે રાજકોટ આઈજી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર