સગીરાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીથી શોધી કાઢતી એલ.સી.બી. ટીમ રાજકોટ ગ્રામ્ય, એ.એચ.ટી.યુ ટીમ તથા જસદણ પોલીસ ટીમ

હિન્દ ન્યુઝ, જસદણ

    રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ અપહરણ થયેલ મહિલા, બાળકો તેમજ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા સુચના કરેલ. જેથી જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૧૩૦૨૧૨૩૦૭૭૫/૨૦૨૩, IPC કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનામાં સગીર વયની બાળાના અપહરણનો ગુનો રજીસ્ટર થયેલ. જેથી ઉપરોક્ત ગુનાના કામે ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા માટે એલ.સી.બી. ટીમ રાજકોટ ગ્રામ્ય, જસદણ પોલીસ ટીમ તથા એ.એચ.ટી.યુ. ટીમ અલગ અલગ દિશામાં પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન જસદણ પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા પો.કોન્સ. જયદેવભાઇ કીડીયા ને સંયુક્ત રીતે ખાનગીરાહે હકીકત મળેલ કે, આરોપી તથા ભોગબનનાર સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી ખાતે આવવાના હોય જેથી હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી તથા ભોગ બનનારને સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીથી શોધી (૧) નવઘણ કરમશીભાઇ પોરડીયા, જાતે-ઠાકોર, ઉ.વ.૨૪, ધંધો-ડ્રાઇવિંગ, હાલ રહે. ઇન્દીરાનગર, પાટડી, જિ.સુરેન્દ્રનગર, મુળ રહે. પોરડા ગામ, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment