જૂના ૭૦ વાહનોના બદલે નવા ૯૧ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી કરશે : વેસ્ટ મેનેજમેન્ટ વધુ અસરકાર બનશે

હિન્દ ન્યુઝ,  ભાવનગર 

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં ગુલિસ્તાં ગ્રાઉન્ડ ખાતે ભાવનગર મહાનગરપાલિકાનાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 વાહનોને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ હતુ. 10.48 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાયેલા 41 વાહન તેમજ એજન્સી મારફતનાં 50 વાહનો વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્યરત થશે.

હવે જૂના ૭૦ વાહનોના બદલે નવા ૯૧ વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી વધુ અસરકારક રીતે થશે. વિવિધ પ્રકારના કચરાનાં મેનેજમેન્ટ દ્વારા ભાવનગરને વધુને વધુ સ્વચ્છ બનાવવાનો હેતુ આ વાહનો દ્વારા સિદ્ધ થશે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી જનરેટ થતા વેસ્ટ સોર્સ પરથી જ સુવ્યવસ્થિત રીતે કલેક્ટ કરવા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ભળેલા ગામોમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીને વધુ અસરકારક બનાવી કલેક્શનનો વ્યાપ વધારી શકાશે.

 

 

Related posts

Leave a Comment