દિયોદર ગ્રામ્ય વિસ્તારો માં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું

હિન્દ ન્યુઝ ,દિયોદર

      ઉત્તર ગુજરાત માં હવામાન વિભાગ દ્વારા બે દિવસ કોલ્ડવેવ અને કમોસમી માવઠું થવાની આગાહી કર્યા બાદ માવઠું ન થતા ખેડૂતો માં આનદ ની લાગણી જોવા મળી આવી છે, પરંતુ આજે સમગ્ર ઉત્તર ગુજરાત ની સાથે સરહદી વિસ્તારમાં તેમજ દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વાતાવરણ માં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક વાતાવરણ માં પલટો આવી જતા દિયોદર પંથક તેમજ આજુ બાજુ ના ગ્રામીણ વિસ્તારમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણ ના કારણે હાઇવે વિસ્તાર પર થી પસાર થતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવા નો વારો આવ્યો છે કે સમગ્ર જે વાતાવરણ સર્જાયું છે ધુમ્મસ વાતાવરણ ના લીધે એક કુદરતી નજારો જોવા મળી રહો છે.

પરંતુ આવા ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે હિમવર્ષા જેવા પાણીના બંદોના કારણે ખેતી પાકો જેવા કે વરિયાળી, જીરું, એરંડા, રાયડો જેવા પાકોના ફૂલો ગરી જવાની સંભાવના સેવાય રહી છે. જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણ માં નુકશાન વેઠવું પડશે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment