હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે પુરજોશમાં ચાલી રહી છે. પાણી ભરાવાના કારણે, રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા ન પડે તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિંગવડ તાલુકાના સિંગાપુર મુનાવણી કાળિયારઈ કિ.મી. ૦/૦ ટુ ૩/૨૦૦ રોડ રસ્તા પર સાઈડ શોલ્ડર માં માટી પુરાણ ની કામગીરી કરવામાં આવી હતી.
