ગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી 

રાજકોટ,

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા તમામ લોકોને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભંગ સબબ દરરોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ગાંઠિયા-પાઉંભાજી-રમકડાં-બ્યુટી શોપ-આઈસ્ક્રીમ-પાન-કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર ઉપર સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૨૪ વેપારીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં એ.ડિવિઝન પોલીસે ૨, બી.ડિવિઝન પોલીસે ૧, ભક્તિનગર પોલીસે ૬, પ્ર.નગર પોલીસે ૫, ગાંધીગ્રામ પોલીસે ૩, તાલુકા પોલીસે ૨ અને યુનિવર્સીટી પોલીસે ૫ સામે ગુનો નોંધ્યો છે. જયારે રીક્ષા-કાર અને બાઇકમાં સોશ્યલ ડિસ્ટન્સ નહિ જાળવનાર ૧૪ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ કોરોન્ટાઇનમાંથી આંટાફેરા કરવા નીકળેલા ૧૩ સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. જયારે એ.ડિવિઝન પોલીસે માસ્ક વિના નીકળેલા ૪ ની ધરપકડ કરી છે.

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment