રાજકોટ શહેરમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ એક I.A.S ની નિમણૂંક કરાઈ છે. રાજકોટમાં રાજ્ય સરકારે I.A.S અધિકારી રવિન્દ્ર ખતાલેને ઓફીસ ઓન સ્પેશ્યલ ડ્યુટી તરીકે રાજકોટની જવાબદારી સોંપી છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રવિન્દ્ર ખતાલને O.S.D તરીકે રાજકોટની જવાબદારી સોંપાઈ છે. આજે જ રાજકોટમાં મનપાના ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૯૦૦ માંથી ૪૫ સફાઇ કર્મચારીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તમામને આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. આજે ઇસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઇ કર્મચારીનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. ૪ દિવસ સુધી હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવશે. ગઇકાલે મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment