રાજકોટ શહેરમાં કોરોનાએ વધુ ૧૪ દર્દીઓનો લીધો ભોગ…

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજ્યમાં અન્ય જીલ્લાઓની સરખામણીમાં રાજકોટનો ડેથ રેટ ઉચું જઈ રહ્યું છે. આજે પણ જીલ્લામાં કોરોનાથી વધુ ૧૪ દર્દીઓના મોત થયા છે. આજે પણ રોજની જેમ સૌથી વધુ સિવિલમાંથી જ દર્દીઓની મૃત્યુ થયાની જાણકારી મળી છે. આજે મૃત્યુ પામેલ દર્દીઓ પૈકી ૧૩ દર્દીઓએ સિવિલમાં જયારે ૧ દર્દીએ ખાનગી હોસ્પિટલ વોકહાર્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો છે. (૧) શારદાબેન કલ્પેશભાઈ પીપળીયા (ઉ.૩૬) તિરૂપતી સોસાયટી રાજકોટ. (૨) દેવશંકરભાઈ નરભેશંકરભાઈ મોઢા (ઉ.૬૫) ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ. (૩) સાવિત્રીબેન ભાનુશંકર દવે (ઉ.૭૫) ગાયત્રીનગર રાજકોટ. (૪) જીજ્ઞાબેન રણછોડભાઈ ચોવટીયા (ઉ.૩૬) ભવનાથ પાર્ક-૨/૧૩ રાજકોટ. (૫) પ્રકાશભાઈ કાંતિલાલ પીઠડીયા (ઉ.૫૮) જ્ઞાનજીવન સોસાયટી રૈયારોડ રાજકોટ. (૬) હસમુખભાઈ જીવરાજભાઈ જોટગીયા (ઉ.૭૨) શ્રી.રંગ રેસીડેન્સી નાનામવા રાજકોટ. (૭) જીનતબેન અલ્લારખાભાઈ હાલેપોત્રા (ઉ.૭૦) નિલકંઠ પાર્ક કોઠારીયા રોડ રાજકોટ. (૮) મોહનભાઈ અરજણભાઈ આસોદરીયા (ઉ.૯૫) રણછોડનગર-૩ રાજકોટ. (૯) પ્રભાબેન પ્રાગજીભાઈ પીઠડીયા (ઉ.૮૫) સોમનાથ સોસા.-૩ રાજકોટ. (૧૦) નિરાતબેન જાદવભાઈ લખતરીયા (ઉ.૬૫) વિંછીયા રોડ જસદણ. (૧૧) વલ્લભભાઈ અરજણભાઈ પરમાર (ઉ.૬૦) જેતપુર. (૧૨) વિનોદભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.૪૦) મોરબી. (૧૩) નવિનભાઈ નરશીભાઈ પટેલ (ઉ.૬૨) ચોટીલા (સુરેન્દ્રનગર). (૧૪) જમનભાઈ બાબુભાઈ વૈષ્ણવ (ઉ.૧૧) રવિરત્ન પાર્ક રાજકોટ.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment