હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જિલ્લામાં ઉના તાલુકાના ૩૯ ગામોના લોકો માટે સનખડા પ્રાથમિક શાળા ખાતે અને કોડીનાર તાલુકાના ૨૯ ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળા ખાતે એમ કુલ જિલ્લાના ૬૮ ગામો માટે નિયત કરેલી જગ્યાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરકારની વિવિધ સેવાઓના લાભ માટે ૭૫૬૩ અરજીઓ મળી હતી અને આ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને લોકોએ લાભ આપ્યો હતો.
આ સેવાસેતુ કાર્યક્રમ હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી. ની ચકાસણી), ભીમ એપ, પી.એમ.જે.વાય(અરજી), મિલકત આકારણીનો ઉતારો, મેડીસીન સારવાર, આધાર કાર્ડ, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રસીકરણ, બસ કન્સેસન પાસ – સામાન્ય લોકો માટે, જાતિ પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ), રાશન કાર્ડમાં નામમાં સુધારો કરવો, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, રાશન કાર્ડમાં નામ કમી કરવું, ઘરેલું નવા વીજ જોડાણ (અરજી), મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, આવકનો દાખલો, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, સાતબાર/આઠ-અના ઉતારા, બસ કન્સેસન પાસ – સિનિયર સીટીઝન માટે, રેવન્યુ રેકર્ડ માટે ‘વારસાઈ અરજી, વિધવા સહાય, અટલ પેન્શન યોજના, આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડણ, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું સહિતની સેવાઓ માટે અરજીઓ મળી હતી.
નોધનીય છે કે, કોડીનાર તાલુકાના ૨૯ ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળાના સેવાસેતુ કાર્યક્રમ સરકારી વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ૨૭૦૬ અરજીઓ મળી હતી. તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો અને ઉના તાલુકાના ૩૯ ગામોના લોકો માટે સનખડા પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમ સરકારી વિવિધ સેવાઓનો લાભ લેવા માટે ૪૮૫૭ અરજીઓ મળી હતી તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આમ, જિલ્લામાં બે જગ્યાઓએ યોજાયેલા સેવાસેતુ”કાર્યક્રમમાં સરકારની વિવિધ સેવાઓની ૭૫૬૩ મળેલી અરજીઓનો સ્થળ પર લોકોએ લાભ આપવામાં આવ્યો હતો
