સરકારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   આજરોજ વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલ સાયકલ રેલીમાં જોડાયા બાદ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે અચાનક તપાસ અર્થે પહોંચ્યા હતાં.

કલેક્ટરએ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન માલુમ પડે અસુવિધાઓ અંગે કલેક્ટરએ સિવિલ હોસ્પિટલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપી દર્દીઓને કોઇ અગવડ ન પડે તેના પર ભાર મુક્યો હતો.

કલેક્ટર એ સિવિલ હોસ્પીટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં નિયમ પ્રમાણે રાઉન્ડ ધ ક્લોક સિક્યૂરીટી રાખવાં, સિવિલ હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે, સિવિલ હોસ્પિટલમાં બહારના વાહનો પાર્ક ન થાય, કંપાઉન્ડના બહારના ભાગે થયેલ દબાણ દૂર કરવામાં આવે, સિવિલ કેમ્પસમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય, કેમ્પસમાં કોઇપણ પાન-માવા અને બીડીનો ઉપયોગ કરે તો તેને દંડ કરવો, મશીનરીની યોગ્ય રીતે જાળવણી અને વપરાશ થાય તે માટેની સૂચનાઓ આપી હતી.

કલેક્ટરએ આ સિવાય સ્ટાફનો પરિચય કેળવી તેમની કામગીરીની જાણકારી મેળવી રહ્યા હતા. તે દરમિયાન સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ એવા ડૉ. એ.બી. સોંદરવા, વર્ગ૧ બરોબર જવાબ ન આપી શકતાં તેમજ ડોક્ટર કેફી પીણું પીધું હોય તેવી શંકા જણાતાં તુરંત જ પોલીસને બોલાવી તેમનો બ્લડ ટેસ્ટ લેવાની સૂચના આપી હતી.

જેનો તાત્કાલિક અમલ કરતાં સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. પી.બી. નારીયા, વર્ગ-૧ એ વેરાવળ સિટી પોલીસમાં આ અંગે વિધિવત એફ.આર.આઇ. નોંધાવી છે. આ બાબતે ડૉ. એ.બી. સોંદરવાને હિરાસતમાં લઇને વેરાવળ સિટી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભારતીબેન રાઠોડે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

Leave a Comment