ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

    જૂનાગઢ સરકારી આયુર્વેદ કોલેજ હોસ્પિટલ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ‘આયુષ મેળો-૨૦૨૬’ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન થયું હતું. 

કોલેજ પરિસરમાં યોજાયેલી આ સ્પર્ધામાં આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આકર્ષક અને સર્જનાત્મક રંગોળીઓ રજૂ કરી હતી. 

સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગો અને પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ કરીને આયુર્વેદનો સંદેશ અસરકારક રીતે રજૂ કર્યો હતો. કેટલીક રંગોળીઓમાં આરોગ્ય જાગૃતિ અને દૈનિક જીવનમાં આયુર્વેદના મહત્વને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવ્યું હતું.

આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, કલાત્મક અભિવ્યક્તિ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Related posts

Leave a Comment