હિન્દ ન્યુઝ, બોટાદ
• ગુણવત્તાયુક્ત શિક્ષણ, રિસર્ચ અને ઇનોવેશન, કૌશલ્ય વિકાસ, ટીચર્સ ટ્રેનીંગ તથા વિવિધ અભ્યાસક્રમોના ગુજરાતી ભાષાંતર તેમજ તેને લગતી પ્રવૃત્તિઓ અને ટેક્નોલોજી આધારીત ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવા વિવિધ સવલતો પૂરી પાડવા ` ૪૦૧ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને સારી ગુણવત્તાના સંશોધનને પ્રોત્સાહન આપતી શોધ યોજના સહીતની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ માટે `૩૯૦ કરોડની જોગવાઈ.
• રાજયમાં ૮ સ્થળોએ રિજીયોનલ સાયન્સ સેન્ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના અને સંચાલન માટે ` ૨૩૩ કરોડની જોગવાઇ.
• ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓમાં ચાલુ બાંધકામ તેમજ મરામતનાં ચાલુ કામો તથા આઇ.ટી.ઉપકરણો માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
• નવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ શરૂ કરવા તેમજ હયાત સંસ્થાઓમાં માળખાકિય સુવિધાઓ અને આઈ.ટી. ઉપકરણો ઉપલબ્ધ કરાવવા `૧૫૦ કરોડની જોગવાઈ.
• રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૬૪ કરોડની જોગવાઈ.
• ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે `૪૦ કરોડની જોગવાઈ.
• ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા નાગરિકો તરફથી કોલેજો-યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ, આઈ.ટી.ના ઉપકરણો વગેરે માટે લોકભાગીદારી(પી.પી.પી.)ના ધોરણે સહાય પૂરી પાડવા `૩૫ કરોડની જોગવાઈ.
• ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ` ૩૦કરોડની જોગવાઇ.
• જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે ` ૨૫ કરોડની જોગવાઇ.
• IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે `૧૮ કરોડની જોગવાઈ.
• સાયબર-ક્રાઇમ, સાયબર-ફ્રોડ અને મોબાઇલ એડીક્શન જેવી અનિચ્છનીય પ્રવૃત્તિઓથી યુવાનોને બચાવવા અને સાયબર અવેરનેસ થકી તેઓની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ થાય તે હેતુથી કોલેજોમાં કવચ (સાયબર-સિક્યોરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કેન્દ્રની સ્થાપના માટે `૬ કરોડની જોગવાઈ.
• સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા `૫ કરોડની જોગવાઈ.
• મેન્ટરીંગ અને ક્ષમતા નિર્માણ દ્વારા સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતા નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે `૫ કરોડની જોગવાઈ.
• STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરીંગ એન્ડ મેથેમેટીક્સ) તેમજ વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સીસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ ` ૫ કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય ક્ષેત્રે ડિજીટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં FTTH (Fiber To The Home)કનેક્શન આપવાની યોજના માટે `૧૨૦ કરોડની જોગવાઈ
• આઇ.ટી..પોલીસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા `૭૦ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સીટી ખાતે આઈટી અને સાયન્સ પાર્કના વિકાસ માટે જોગવાઈ `૧૦ કરોડની જોગવાઈ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ` ૨ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતીજાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ` ૧ કરોડની જોગવાઇ.
• કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે `૧૧૫૩ કરોડની જોગવાઇ
• દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન.
• દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન.
• પસંદ કરેલ એકલવ્ય મોડલ રેસિડેન્સિઅલ સ્કુલ(EMRS), ગર્લ લિટરસી રેસિડેન્સિઅલ સ્કુલ(GLRS) અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ(DLSS)શરૂ કરવાનું આયોજન.
• રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટસ અને ટ્રેનિંગ કેમ્પ સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટેનું આયોજન છે.
• સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી ગ્રંથાલયોનો મહત્તમ ઉપયોગ કરે અને રાજ્યમાં વધુમાં વધુ લોકોને સરકારી ગ્રંથાલયોનો લાભ મળે તે માટેનું આયોજન.
તબીબી શિક્ષણ અને સંશોધન
• મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે ` ૩૯૯૭ કરોડની જોગવાઇ.
• સરકારી મેડીકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે `૩૫૫ કરોડની જોગવાઈ.
• અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઉભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે `૧૪૫ કરોડની જોગવાઈ.
• રાજ્યમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ થકી નવી મેડીકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે ` ૧૩૦ કરોડની જોગવાઈ
• સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડીકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે `૧૧૫ કરોડની જોગવાઈ.
• મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સહાય માટે ` ૬૫ કરોડની જોગવાઈ.
• અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડીકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
• નર્સિંગ શિક્ષણ સઘન બનાવી નર્સોની ઉપલબ્ધિ વધારવા માટે ૫ નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે
કૌશલ્યલક્ષી યોજનાઓ
ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઉભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે.
• આઈ.ટી.આઈ.ના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે `૨૩૯ કરોડની જોગવાઇ
• અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે `૧૫૫ કરોડની જોગવાઇ.
• દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ `૮૮ કરોડની જોગવાઇ.
• યુવાનોની સ્ટાર્ટ-અપ સહીતની સર્જનાત્મક ક્ષમતામાં વૃદ્ધિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી-૨.૦ અને યુવાનોના આઇડિયાને માઇન્ડ-ટુ-માર્કેટ પહોંચાડવા ઈનોવેશન હબ(i-Hub) ખાતે પ્રોટોટાઇપિંગ ડેવલેપમેન્ટ સેન્ટર માટે ` ૭૦ કરોડની જોગવાઈ
• કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે `૪૮ કરોડનું આયોજન.
• મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્ડ માટે `૧૬ કરોડની જોગવાઇ.
• માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે `૧૫ કરોડની જોગવાઈ.
• ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૫ કરોડની જોગવાઇ.
• ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેનીંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે ` ૪ કરોડની જોગવાઇ.
• દીનદયાલ ગ્રામીણ કૌશલ યોજના હેઠળ ૫૦૦૦ જેટલી મહિલાઓને ડાયમંડ વર્કની અને બીજી મહિલાઓને જુદા જુદા કૌશલ્ય માટે તાલીમ આપવા માટે ` ૯ લાખની જોગવાઇ.
• માનવ કલ્યાણ યોજના અન્વયે ૨૭ ટ્રેડ માટે અંદાજે ૩૫ હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
પ્રવાસન
રાજયમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપી રોજગારીની નવી તકો ઉભી કરવા સરકારે અનેકવિધ પગલાઓ લીધેલ છે.
• આઇકોનીક ટુરીસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે ` ૭૦૬ કરોડની જોગવાઇ
• ધાર્મિક, હેરીટેજ, એડવેન્ચર અને ઇકો ટુરીઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે `૬૪૦ કરોડની જોગવાઇ.
• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે ` ૩૩ કરોડની જોગવાઇ
સહાય
• વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે `૩૬ કરોડની જોગવાઈ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ` ૨ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતીજાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ` ૧ કરોડની જોગવાઇ
