હિન્દ ન્યૂઝ, ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી હતી ભારે પવન અને વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન પહોચાડ્યું છે ખેડૂતો ખાસ કરીને ઉનાળુ ડાંગર, બાજરી કરતા હોય છે હાલમાં આ પાક અમુક જગ્યાએ તૈયાર થઇ ગયો હતો પરંતુ વાવાઝોડાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે એકબાજુ કોરોના મહામારીને કારણે હાલત કફોડી બની છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદના કારણે થયેલા નુકશાનને લીધે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે. ભારે પવન અને વરસાદને કારણે ડાંગર, બાજરીનો પાક ખેતરમાં આડો થઇ જવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે રાજ્ય સરકાર સર્વે કરીને પાકમાં ગયેલ નુકશાનનું વહેલામાં વહેલી તકે વળતર આપવા બાબતે આજે ભારતીય કિસાન યુનિયન દ્વારા ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઠાસરા તાલુકામાં ભારે વરસાદ અને વાવઝોડામાં થયેલ ઉનાળુપાક જેવી કે બાજરી, ડાંગર, શાકભાજી, ઘાસચારામા થયેલ નુકશાનીનો સર્વે કરીને ખેડૂતોને વળતર મળવું જોઈએ તેવી માંગણી કરાઈ હતી.
રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા