પોલીસદળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા નિવાસી તાલીમ વર્ગોનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર 

      ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પોલીસ દળ/આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતગર્ત આગામી સમયમાં પોલીસદળમાં થનાર ભરતી માટે યુવાનો પોલીસ ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે. 

આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી-જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, અધારકાર્ડ, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા.૨૧/૧૦/૨૦૨૪ સુધીમાં આપવાના રહેશે. 

આ તાલીમવર્ગ જામનગર ખાતે નિ:શુલ્ક(રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦/- રુપિયા સ્ટાઈપેંડ પ્રતિ દિન આપવામાં આવશે.) યોજવામાં આવશે આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. 

તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત જેમાં ઘો-૧૦ અથવા ધો.૧૨માં કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ., ઉંમરઃ- ૧૮ થી ૨૮ વર્ષ, તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ, શારીરિક યોગ્યતાના માપદંડો જેમાં ઉંચાઈ- ૧૬૨ સે.મી., વજન-૫૦ કિલોગ્રામ, છાતી- ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. હોવા જોઈએ. તાલીમનો અભ્યાસક્રમ જેમાં શારીરિક યોગ્યતા માટે ઉંચાઈ,વજન,છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ અને લેખિત તાલીમ આપવામાં આવશે.

અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી-જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment