મહિસાગર જિલ્લામાં “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર  

      પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.

મહીસાગર જિલ્લામાં નારી વંદન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.

 આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત પોસ્ટર સાથે મોટી સંખ્યામાં દીકરીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા. રેલીના સમાપન સ્થળે તમામ વિધાર્થીનીઓને રેલીમાં જોડાવવા બદલ પ્રમાણપત્ર આપી સંન્માનિત કરવામાં આવેલ હતા. તેમજ સૌએ મહીલા અને બાળ કલ્યાણને રજુ કરતો નાટક કાર્યક્રમ નિહાળ્યો હતો.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment