હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે કન્યા વિધાલય વળાવડ શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અન્વયે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા કન્યા વિધાલય વળાવડ, શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ જેમાં જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી મહેતા, દ્વારા મહિલાઓને કાયદાકીય અંગે સમજ આપવામાં આવેલ તેમજ કન્યા વિધાલયના આયાર્ય અમીનભાઈ ચૌહાણ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ હતું.
મહિલા બાળ અધિકારી, દ્વારા વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવેલ હતી તેમજ આઈ.સી.ડી.એસ. શિહોર કચેરીના સી.ડી.પી.ઓ., દ્વારા કિશોરીઓને પુર્ણા યોજના અંગે માહિતી આપેલ, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર, તેમજ ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ વિમેનની ટીમ કાર્યક્રમમાં હાજરી આપી વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ હતી.