ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં ભાવનગરના ખેલાડીઓને સિલ્વર મેડલ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં ભાવનગરના બે ખેલાડીઓ દ્વિતીય ક્રમ મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું. બંને ખેલાડીઓ બે વર્ષથી સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પ્રૅક્ટિસ કરે છે ત્યારે જુનિયર વર્ગની સ્ટેટ જુડો ચેમ્પિયનશીપમાં ઝળક્યા છે.   

ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપ-૨૦૨૩-૨૪ સ્પર્ધાનું આયોજન તા.૦૪/૦૮/૨૦૨૩ અને તા.૦૫/૦૮/૨૦૨૩ ના રોજ સંસ્કાર ધામ સાણંદ, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવેલ હતું. જેમાં જુડો રમતના ૨ (બે) ખેલાડીઓ (૧) વિશ્વા પંડ્યા (+ ૭૮ કિ.ગ્રા) સિલ્વર મેડલ અને (૨) દિવ્યરાજ ગોહિલ (+ ૧૦૦ કિ.ગ્રા) સિલ્વર મેડલ મેળવેલ છે. 

જેઓ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત હસ્તકના જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગર સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે દિલીપકુમાર મિશ્રા ડીસ્ટ્રીક્ટ કોચ જુડો જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભાવનગરના માર્ગદર્શન હેઠળ કોચીંગ મેળવે છે.

Related posts

Leave a Comment