રાજકોટ શહેર પેટ્રોલ પંપ એસોસિએશનનો મહત્વ પૂર્ણ નિર્ણય. સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સામાન્ય જનતાને વાહનમાં પેટ્રોલ નહિ પુરી આપવામાં આવે.

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ મનપા કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તેવા હેતુથી સાંજના ૭.૦૦ થી સવારના ૭.૦૦ સુધી તમામ દુકાનો સદંતર બંધ રાખવા તેમજ ખુબજ અગત્યના કામકાજ સીવાય બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજના ૭ વાગ્યા થી સવારના ૭ વાગ્યા સમય દરમિયાન સામાન્ય જનતાને વાહનમાં પેટ્રોલ નહિ પુરી આપવામાં આવે પોલીસ વાહન. એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી વાહનોમાં જ સાંજના ૭ વાગ્યા બાદ પેટ્રોલ પુરી આપવામાં આવશે. સરકારના નિયમનું કડક અમલ કરી શકાય એ માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment