રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર યથાવત. જીલ્લામાં વધુ ૨ કેસ નોંધાતા સંક્રમિત કેસોનો આંક ૬૫ પર પહોંચ્યો.

રાજકોટ ,

રાજકોટ શહેર તા.૭.૫.૨૦૨૦ ના રોજ રાજ્યમાં આજે કોરોનાનાં કેસ ૬.૦૦૦ ને પાર થઇ ચુકયાં છે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા ૨ દિવસ બાદ આજે કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જેમાં શહેરમાં આજે કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. જેમાં ૩૮ વર્ષીય પુરુષ અને ૧૯ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જીલ્લામાં ૨ કેસ વધીને કુલ સંક્રમિત કેસોનો આંક ૬૫ પર પહોંચી ગયો છે. ત્યારે અત્યાર સુધીમાં આ ૬૫ દર્દીઓ પૈકી ૨૪ દર્દીઓ સાજા થયા છે. અને ૪૧ દર્દી હજી સારવાર હેઠળ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર , રાજકોટ

Related posts

Leave a Comment