નડિયાદ શહેર મા ધોળા દિવસે વીજળી નો દુરુપયોગ

હિન્દ ન્યૂઝ, નડિયાદ

આજરોજ નડિયાદ શહેર ના અવર જવર વારો વિસ્તાર કે જે વાણીયાવાડ થી લઇ પીપલગ ચોકડી પર જવાનો રસ્તા પર સ્ટ્રીટ લાઈટો ધોરે દિવસે ચાલુ જોવા મળી. નડિયાદ શહેર દિવસ નુ અજવાળું હતું અને બપોર ના ૪ વાગ્યાથી નગરપાલિકા ના સ્ટ્રીટ લાઈટ ઓપેરેટર સ્ટાફ એ શુ જરૂર હતી કે લાઈટો ચાલુ કરવી પડી હતી અને લાઈટ ચાલુ રાખવી પડી તો પણ ચાલુ ને ચાલુ જ રાખી. શુ આવતા જતાં વ્યક્તિ ઓને જોવા મા નહી આવતું હોઈ ?

    અને જોવાનું એ જ રહયું કે જ્યાં એરિયા મા દિવસ ના અજવાળા વારા સમયે લાઈટો ચાલુ હતી, ત્યાં જ એજ એરીયા મા ખેડા ના સાંસદ નુ રહેણાંક વિસ્તાર મા જ આવુ કામ થાઈ છે. તો જોવાનું એ રહ્યું કે બીજા અન્ય વિસ્તારો મા શું આવુ જ થતું હશે ? એ લોક મૂકે ચર્ચાઈ રહ્યું છું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment