માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતે વિકાસ કામોમાં કરેલો ભ્રષ્ટાચાર DDO ને લેખિતમાં કરાયેલી ફરિયાદ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

      માંગરોળ તાલુકાની હથુરણ ગ્રામ પંચાયતના કાળ ભાળીઓ તરફથી ગામનાં કેટલાંક વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોવાની રાવ ગામનાં જાગૃત નાગરિક ઇસ્માઇલ અહમદ મુલ્લાએ સુરતનાં જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે કે ગ્રામનાં સરપંચ મંજુલાબેન એ.વસાવા છે. જે બિન હરીફ સરપંચ બન્યા છે. પરંતુ પંચાયતનો તમામ વહીવટ ઉપ સરપંચ કરે છે. જે ગેરરીતિઓ કરાઈ છે એમાં કનુ એમ.ચૌહાણના ઘરેથી ગુમાનભાઈ વસાવાનાં ઘર સુધી ગટરનું કામ થયેલ નથી. જિલ્લા પંચાયતના સદસ્ય યાસમીનબેન દાવજીએ અઢી લાખ રૂપિયા પેવર બ્લોક માટે મંજુર કર્યા છે. પરંતુ આજદિન સુધી આ કામ શરૂ કરવામાં આવ્યું નથી. આદિવાસી વિસ્તાર માં પેવર બ્લોકનાં કામ પ્લાન્ટ એસ.ટી મેન્ટ મુજબ થયા નથી. સ્વચ્છ મિશન યોજના હેઠળ ગામની સફાઈનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવેલો છે. પરંતુ સફાઈ કામદાર ન હોવાથી ગામની સફાઈ થતી નથી. સરકાર તરફ થી સને ૨૦૦૫/૨૦૦૬ નાં વર્ષમાં પાણીની ટાંકીઓ ઉભી કરી. જેનો વહીવટ ગ્રામ પંચાયતને સુપ્રત કર્યો હતો. છતાં આજે પંદર વર્ષ થયા પરંતુ ટાંકીમાં પાલીનું એક ટીપું પડ્યું નથી. સાથે જ પાઈપ લાઈનનાં પાઇપો હજુ નાખવામાં આવ્યા નથી. આ તમામની તપાસ કરાવવા માંગ કરી, અંતમાં સ્પેશ્યલ ઓડીટ કરાવવા જણાવાયું છે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment