“જર જમીન અને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” કોડીનાર છાછર ગામે ખેતર માં પથ્થર હટાવવા બાબતે સગા નાના ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતા મોટા ભાઈને ગંભીર ઇજા

હિન્દ ન્યૂઝ, કોડીનાર

   “જર જમીન ને જોરૂ ત્રણેય કજીયા ના છોરૂ” આ કહેવત ને સાર્થક કરતી ઘટના કોડીનાર તાલુકાના છાછર ગામે બનવા પામી છે. જેમાં ખેતરમાં પથ્થર હટાવવા જેવા નજીવા મુદ્દે સગા નાના ભાઈ અને તેના પુત્ર એ મોટા ભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઇજા પોહચાડતા આ સમગ્ર ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

    આ અંગે ની વિગત મુજબ કોડીનાર તાલુકા ના છાછર ગામ ના પ્રેમજીભાઈ નારણભાઈ મનાણી ગોવિંદપુર ભંડારીયા ની સિમ માં આવેલ ખેતી ની જમીનમાં જતા ત્યાં તેમના નાના ભાઈ ભનુ નારણભાઈ અને તેમનો પુત્ર વિપુલ ભનુભાઈ હાજર હતા અને પ્રેમજીભાઈ ના શેઢા માં મુકેલ પથ્થર (ખાંભો) હટાવેલ હોય આ પથ્થર કોણે હટાવ્યુ તેમ પૂછતાં ભનુભાઈ એ મેં હટાવ્યુ છે તારે શુ લેવા દેવા છે, તેમ કહી ભૂંડી ગાળો ભાંડી ભનુભાઈ અને તેના પુત્ર એ પ્રેમજી ભાઈ ને લાકડા વડે માથા ના ભાગે અને ખભા ના ભાગે માર મારી ગંભીર ઇજા પોહચાડતા તેમને કોડીનાર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પ્રેમજીભાઈ નારણ ભાઈ એ તેમના સગા નાના ભાઈ ભનુભાઈ અને તેના પુત્ર વિપુલ વિરુદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : ભગીરથ અગ્રાવત, કોડીનાર

Related posts

Leave a Comment