ફોર્મ ચકાસણીના દિવસે માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૧૪ અને તાલુકા પંચાયત ની ચોવીસ બેઠકો માટે ૬૯ ફોર્મ માન્ય રહ્યા

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)

    આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. આ માટેની પ્રક્રિયા ચૂંટણી વિભાગ તરફથી શરૂ કરી દેવામાં આવી છે. ઉમેવારીપત્રો ભરવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે 33 અને તાલુકા પંચાયતની ૨૪ બેઠકો માટે ૧૧૫ ઉમેદવારીપત્રો, માંગરોળ, તાલુકા પંચાયત કચેરી અને માંગરોળ, મામલતદાર કચેરી ખાતે ભરાયા હતા. તા. ૧૫ મી ફેબ્રુઆરીનાં રોજ ઉમેદવારી પત્રો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લા પંચાયતનાં ફોર્મ ની ચકાસણી કરતા ૧૪ ફોર્મ રહ્યા છે અને ૧૯ ફોર્મ રદ થયા છે. જયારે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે કુલ ૧૧૫ ફોર્મની ચેકાસણી કરતાં ૬૯ ફોર્મ માન્ય રખાયા હતા. જયારે ૪૬ ફોર્મ રદ થયા છે. એમ જિલ્લા પંચાયત ચૂંટણી અધિકારી એ.જી.ગામીત, તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી ડી.કે. વસાવા, મામલતદાર અને ચૂંટણી અધિકારી ડી.કે. વસાવા, દિનેશભાઇ પટેલ, ગિરીશભાઇ પરમારે જણાવ્યું છે અને તારીખ ૧૬ મી ફેબ્રુઆરીનાં બોપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. ત્યારબાદ કેટલાં ઉમેદવાર રહે છે તે સ્પષ્ટ જાણી શકાશે.

રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)

Related posts

Leave a Comment