વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમે દ્વારા ડભોઇ નજીકના પણસોલી ગામ માંથી જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યૂઝ, વડોદરા

વડોદરા ગ્રામ્ય ની એલસીબી ટીમ ના સ્ટાફના માણસોને પાકી બાતમી મળી હતી કે ડભોઇ નજીકના પણસોલી ગામ માં જુગાર રમાઇ રહ્યો છે. જેથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનોએ ડભોઇ નજીકના પણસોલી ગામની સીમમાં કાસુડી વાગામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીયાઓને પાનાપત્તા સાથે અને સાથે દાવ પર લાગેલા રૂપિયા સહિત ઝડપી પાડયા હતા. આમ એલસીબીની ટીમે સદર હકીકતના આધારે નજીકમાં થી બે પંચના માણસો ને બોલાવી પોલીસ તંત્રના જવાનો અને પંચોને ઉપરોક્ત વાતની હકીકત થી વાકેફ કરી જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેથી જુગાર ની બાબતમાં પોલીસ તંત્ર ને એક મોટી સફળતા મળી હતી. પકડાયેલા ૬ ઈસમોને ઝડપી પાડી અંકે રૂપિયા ૧૨,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ ૬ જુગારીઓની સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમારે જુગારધારાની કલમ ૧૨ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાવી જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઈ

Related posts

Leave a Comment