હિન્દ ન્યૂઝ, રાજકોટ
તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કાલાવાડ રોડ પર શિવસૃષ્ટિ પાર્કમાં રહેતા અને પેડક રોડ પર ચંપકનગરમાં કુબેર હોટલ ધરાવતા ધવલભાઇ ભરતભાઇ મીરાણીએ ભૂપત ભરવાડ દ્વારા છેલ્લા ૩ વર્ષથી ધાક, ધમકી આપીને ૭૦ લાખ રૂપિયા પડાવ્યાની ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી. હોટલ સંચાલકની ફરિયાદ મુજબ, પોતે ૨૦૧૭ માં કુવાડવા રોડ ઉપર પ્લોટ ખરીદવા માટે રૂ.૧૭ લાખ ટોકન આપ્યું હતું. આ સોદાની જાણ થતાં ભૂપતના ભાગીદારે ધવલભાઇને ઓફિસે બોલાવ્યા હતા. અને એ પ્લોટ અમારે ખરીદવાનો હતો, તે ખરીદી લેતા અમારે ૨ કરોડની નુકશાની ગઇ તેમ કહી ઓફિસના ઉપરના માળે લઇ ગયા હતા. જ્યાં ભૂપતે મારકૂટ કરી હતી તેમજ મારતા હોય તેનું શુટીંગ કરી નુકશાની પેટે ૫૦ લાખની માગણી કરી હતી. ત્યારબાદ ધવલભાઇએ વિદ્યાનગર મેઇન રોડ પર પ્રફૂલભાઇ સાથે ભાગીદારીમાં ૧ કરોડનું મકાન ખરીદ કર્યું ત્યારે અગાઉની નુકશાનીના ૫૦ લાખની ઉઘરાણી કરીને પ્રફૂલભાઇ પાસે હવાલો પડાવી ૩૩ લાખ લઇ લીધા હતા. તેમજ બાકીના ૧૭ લાખ પેટે ભૂપત ભરવાડે મુકેશ પટેલના નામે ફોચ્ર્યુનર કાર છોડાવી હતી. અને દર મહિતે ૭૩,૫૦૦ નો હપ્તો ભરાવતા હતા. મુકેશ દર મહિને હપ્તાની રકમ લઇ જતો હતો. ૨૦ હપ્તાના ૧૪.૭૦ લાખ ભરાવ્યા અને ૩૦ હજાર રોકડ મુકેશને આપી ૧૫ લાખનો વહિવટ પણ પૂરો કર્યો હતો. છતાં વધુ ૨ હપ્તા ભરવા પડશે તેમ કહી બેફામ ગાળો આપી ખૂનની ધમકી આપી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાંચના A.C.P ડી.વી.બસીયા, P.I વી.કે.ગઢવીએ બનાવની ગંભીરતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઇને તાત્કાલીક ગુનો નોંધ્યો હતો. P.S.I વનરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઉઠાવી લીધો હતો.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ