રાજકોટ શહેરમાં મોબાઇલ ફોનની ચીલઝડપ અને સાઇકલ ચોરી કરનાર ઈસમને માલવીયાનગર પોલીસ ઝડપી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

                   તા.૧૪/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ નાયબ પો.કમિ. મનોહરસિંહ જાડેજાએ હાલમાં મોબાઈલ ચીલઝડપ તથા ચોરીનાં ગુન્હાઓ અટકાવવા અને ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અંતર્ગત માલવીયનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સકોર્ડના P.S.I વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે મામલતદાર કચેરી P.D.M કોલેજ સામેથી ચીલઝડપ કરેલ મોબાઇલ ફોન અને ચોરાઉ સાઇકલ સાથે સંજય બીપીનભાઈ સરવૈયાને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ચિલઝડપ કરેલ મોબાઈલ અને ચોરાઉ સાયકલ મળી રૂ.૧૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment