જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી.

ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મહિના દરમ્યાન જિલ્લા કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોની સમીક્ષા કરી તેનો હકારાત્મક ઉકેલ લાવવા સબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, રિજિયોનલ કમિશ્નર ડી.એમ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝના અધિક કલેકટર ડી.એન. સત્તાણી, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment