હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.)ના કેન્દ્ર નં.૦૫-વીરડી પ્રા.શાળા, કેન્દ્ર નં.૩૫-પીપળવા પ્રા.શાળા તથા કેન્દ્ર નં.૪૫ મોટી વાવડી કુમાર શાળાના મ.ભો.યો. કેન્દ્રો ખાતે સંચાલકોની ભરતી કરવા સારૂ ઓછામાં ઓછું ધોરણ-૧૦ (દસ) પાસ તથા ૨૦ થી ૬૦ વર્ષની ઉંમર ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા.૨૬/૦૫/૨૦૨૫ સુધીમાં અરજીઓ જમા કરવાની રહેશે. ત્રણેય કેન્દ્રોમાં નિમણૂકની એક જ જગ્યા છે. સ્થાનિક વિધવા મહિલા ઉમેદવારને નિમણૂક માટે અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારિયાધાર, ભાવનગર ખાતેથી મેળવી લેવાનું રહેશે તેમ મામલતદાર ગારિયાધારની યાદીમાં જણાવાયું છે.
