શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા માં સ્વચ્છતા અભિયાન

હિન્દ ન્યૂઝ, મહુવા

આજરોજ તા. 17-02-2021 ને બુધવારે શેઠ એમ.એન હાઇસ્કુલ મહુવા ના પટાંગણમાં ગ્રામ નિર્માણ સમાજ અને સ્વચ્છ ભારત મિશન કોર્ડીનેટર ના સહયોગથી ઇકો ક્લબ શેઠ એમ.એન હાઇસ્કુલ દ્વારા સ્વચ્છ મહુવા કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિકના કચરાની ભરેલ બોટલ નું કલેક્શન કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેને પ્રોત્સાહિત કરવા શાળાના આચાર્ય ગજ્જર, ઈકો ક્લબના કોર્ડીનેટર ભરતભાઈ ચૌહાણ, એસ. યુ. ઠીમ અને દેવાંગભાઈ દેશાણી એ હાજરી આપેલ બાળકો પોતાના ઘરનો કચરો પ્લાસ્ટિકની બોટલમાં ભરીને લાવેલ જેનું કલેક્શન કરવામાં આવેલ. બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા નો વિચાર પ્રસ્થાપિત કરેલ.

રિપોર્ટર : રાજકુમાર પરમાર, મહુવા

Related posts

Leave a Comment