ગીર સોમનાથ જિલ્લામાં હોળી વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

              તા.૧૮, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા રમત ગમત કચેરી ગીર સોમનાથ સંચાલિત ‘‘હોળી’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.

        હાલ કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લેતા સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી  જિલ્લા રમત ગમત કચેરી ખાતે આજથી  તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનુ નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી વગેરે જેવી બાબતનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉમરના પુરાવા તરીકે (આધાર કાર્ડ/ જન્મનો પુરાવા) ની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધામાં ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધા માંથી ગીર સોમનાથ જિલ્લાના ત્રણ ચિત્રની જિલ્લા કક્ષાએ પસંદગી થયા બાદ રાજય કક્ષાએ ચિત્ર મોકલવામાં આવશે.

       જિલ્લાકક્ષા ચિત્ર સ્પર્ધામાં કોઇ વ્યકિતીની મદદ વિના ચિત્ર દોરી તા. ૦૨/૦૩/૨૦૨૧ બપોરે ૧૨/૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જિલ્લા સેવા સદન, ૩૧૩-૩૧૪ બીજો માળ મુ.ઇણાજ તા.વેરાવળ જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોચતા કરવાના રહેશે. સ્પર્ધા અંગેના તમામ નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ youthofficergirsomnath.blogsport.com  પરથી અને કચેરી પરથી મેળવી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment