નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં ઓનલાઈન વેબિનાર સત્રનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ

   નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને વિવિધ પ્રકારના નશાથી મુક્ત કરવાનો અને લોકોમાં વિવિધ પ્રકારના નશા વિશે જાગૃતતા ફેલાવવાનો છે.

   જે અનુસંધાનમાં દીવ જિલ્લા સમાહર્તા અને નશા મુક્ત ભારત અભિયાન દીવના અધ્યક્ષ શ્રીમતી ભાનુ પ્રભાના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ અને નાર્કોટિક કંટ્રોલ બ્યુરો, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના સમન્વયથી વિદ્યાર્થીઓ અને વિવિધ સહભાગીઓ માટે ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવેલ.

 

જેમાં ઉપરોક્ત બ્યુરોના રિસોર્સ પર્સન દ્રારા વિવિધ નાશાકારક પદાર્થો અને તેના દુરુપયોગથી માનવ શરીર પર થતી ખરાબ અસર અને નુકશાન વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવેલ હતી. આ વેબિનાર સત્ર દીવ જિલ્લા ઉપ-સમાહર્તા શિવમ મિશ્રાની મુખ્ય અધ્યક્ષતામાં સમાહર્તાલયના સભાગાર ખાતે યોજાયો હતો. આજના આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષની સાથે-સાથે અન્ય સહભાગીઓ પણ સમાહર્તાલયના સભાગાર ખાતેથી વર્ચુઅલી ગૂગલ મીટના માધ્યમથી જોડાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો તેમજ અન્ય સહભાગીઓ પણ મોટા પ્રમાણમાં ગૂગલ મીટના માધ્યમથી મોબાઈલ દ્રારા જ પોતાના ઘર, શાળા કે ઓફિસ ખાતેથી જ આ ઓનલાઈન વેબિનારમાં જોડાયા હતા અને આ સત્રમાં વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપ-સમાહર્તા દ્રારા પોતાના વક્તવ્યમાં વેબિનારમાં જોડાયેલ દરેક સહભાગીઓને જણાવેલ કે, આજનો આ દિવસ માત્ર એક દિવસ પુરતો નથી તે આખા વર્ષ દરમિયાન ચાલનાર પ્રવૃત્તિ છે. જેથી, કોઈના કુટુંબમાં કે ઘરમાં કોઈ વ્યક્તિ ડ્રગ્સનો દુરુપયોગ કરે છે અને તેમને નશાની આદત પડી ગઈ છે તો તેવા લોકોને જિલ્લા પ્રશાસનની સંબંધિત એજન્સીનો સંપર્ક કરવા જણાવેલ. વધૂમાં તેઓએ જણાવેલ કે, જરૂરી છે કે બદલાવની શરૂઆત પોતાનાથી જ કરવામાં આવે. તેઓએ ઓનલાઈન ઉપસ્થિત દરેક લોકોને વિનંતી કરેલ કે, નશા મુક્ત ભારત અભિયાન હેઠળ આજે જે શપથ લેવામાં આવી તેનો અમલ કરી તેને પોતાના રોજીંદા જીવનનો હિસ્સો બનાવવામાં આવે. વધૂમાં પોતાના કુટુંબ અને આસ-પાસના લોકોને ઉપરોક્ત બાબતે મદદરૂપ થવા પણ જણાવેલ.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ 


Advt.

 

 

Related posts

Leave a Comment