કાલાવડ વડાળાના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત

હિન્દ ન્યુઝ, કાલાવડ  

આ અકસ્માતમાં બાઇકસવાર રાજકોટના વિજયકુમાર નું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું 

કાર ચાલક રાહુલ મુળ કાલાવડનો રહેવાસી છે અને આ આર્મીમેન હાલ અમૃતસર નોકરી કરતા હોવાનું જણાય આવ્યું છે

       જામનગર જિલ્લાના કાલાવડ વડાળાના પાટીયા પાસે આરાધના પંપની સામે કાર અને બાઈક વચ્ચે જે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર કાર ચાલક આર્મીમેનની કારમાં વિદેશી દારૂની બોટલ પણ મળી આવી હતી અને કાર ચાલક આર્મીમેન દારૂના નશામાં ધુત હોવાનું અને નશામાં હોવાના પગલે ગફલત ભરી રીતે પોતાની કાર ચલવતા આ અક્સ્માત સર્જાયો હોવાની લોકચર્ચાઓ ઉઠવા પામી છે.

     લોકચર્ચાઓ અનુસાર જો આ કારચાલક નશામાં હોવાના પગલે અકસ્માત સર્જાયો હોય તો ચોકક્સ પણે કાલાવડ ગ્રામ્ય પોલીસ કાર ચાલક આર્મીમેનની મેડિકલ તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

Related posts

Leave a Comment