સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

     સુરતમાં આયોજિત ‘ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત યુવાનોને ઔદ્યોગિક, પ્રવાસન ક્ષેત્ર મુલાકાત અને વિવિધ વિષયક સંવાદ સત્રો યોજાયા.

 ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ, નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૪ થી ૮ માર્ચ સુધી “ગૈર સીમાવર્તી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” યોજાયો હતો. જેમાં રાજસ્થાન, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને પંજાબથી આવેલા સહભાગી યુવાનોને ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાત કરાવાઈ હતી.સુમુલ ડેરી, યુરો વેફર્સ, અતુલ બેકરી, એચ.કે. ડાયમંડ, ડુમસ બીચ અને વી.આર. મોલ જેવી મહત્ત્વપૂર્ણ ઉદ્યોગ અને વિજ્ઞાન સાથે સંબંધિત જગ્યાઓની મુલાકાત પણ લીધી હતી.

Related posts

Leave a Comment