અરવલ્લીમા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયાએ લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,

કોવિડ સામેની લડાઇના આ નિર્ણાયક તબક્કામાં લોકોનો આત્મવિશ્વાસ વધુ બુલંદ થાય અને સાવચેતી રાખવામાં હજુ વધુ જાગૃતિ કેળવાય તેવા ઇરાદાથી રાજ્યમાં કોવિડ વિજય રથ દ્વારા કોરોના જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત ઝોનના કોવિડ વિજય રથનું બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લા બાદ અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે ત્યારે આજ રોજ અરવલ્લી જિલ્લા પંચાયત, મોડાસા ખાતેથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયાના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સ્ટાફ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથ પ્રસ્થાનના પ્રસંગે
માન.જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું કે સરકાર દ્વારા લોકો ની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથ નું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે ખુબ જ ઉમદા અને અભિનંદન ને પાત્ર છે. લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે. આ પ્રસંગે કલાકારો દ્વારા કોવિડ વિજય રથ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે કોવિડ વિજય રથ જે મુખ્ય સંદેશ લોકો મા આપશે તેમાં સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક નો ફરજિયાત ઉપયોગ અને સેનેટાઇજેશન એટલે કે હાથ ને વારંવાર સાફ કરવા સાચા અર્થ મા ઉપયોગી સાબિત થશે. વધુ મા તેમણે જણાવ્યું કે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રથ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ, સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે.
કોવિડ વિજય રથ દ્વારા મફત મા હોમિયોપેથીક તેમજ આયુર્વેદિક દવાઓ નું વિતરણ દ્વારા ખરેખર અદભૂત સેવાકીય કાર્ય કરી રહ્યા છે. છેલ્લાં ચાર અઠવાડિયા થી ચાલતો આ કોવિડ વિજય રથ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો માં ફરી જાગૃતિ સંદેશ ફેલાવી રહયા છે. અરવલ્લી જિલ્લામાં કોવિડ વિજય રથની ભિલોડા મુકામેથી કોવિડ વિજય રથ જનજાગૃતિ અભિયાન ની શરૂઆત થઈ છે ત્યારે જિલ્લા ના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ સાથે આગામી દિવસો મા અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારો મા પણ જનજાગૃતિ ફેલાવશે આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ સાંપડી રહ્યો છે. સામાજિક અંતર જળવાય એનું ધ્યાન રાખીને રથ પર માર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો પોતાની વિવિધ કલા જેવી કે ભવાઈ, ડાયરો, નાટક , જાદુ વગેરે દ્વારા ખૂબજ સહજરીતે અને સમજી શકાય તેવી હળવી શૈલીમાં જાગૃતતાના સંદેશ ફેલાવી રહ્યાં છે. રથમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવાના ઉપાયો જણાવવાની સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલએ પ્રમાણિત કરેલ આયુર્વેદિક તેમજ હોમિયોપેથી દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી આ દવાઓ અભિયાન દરમિયાન લોકોમાં વિનામૂલ્યે પૂરી પાડવા સહયોગ આપવામાં આવ્યો છે.
આવનાર દિવસોમાં આ રથ અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થઇ જનજાગૃતિ અભિયાન આગળ ધપાવશે. 7 સપ્ટેમ્બરથી શરુ થયેલ કુલ 44 દિવસનું કોવિડ વિજય રથનું આ જન જાગૃતિ અભિયાન આવનાર દિવસોમાં ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આજ રીતે અવિરત આગળ વધતું રહેશે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment